જ્યાં એક રાતે મળતા હતા ₹3000….ફિલ્મો ની દુનિયા માં આવ્યા પછી બની Popular ફિલ્મો ની લેખક

Woh Lamhe, Awarapan, Dhokha, Raaz, Murder 2 અને Jannat 2 જેવી ફિલ્મો તમે જોઈ હશે. પણ આ તમામ ફિલ્મોની પાછળ જે કલમે કહાની લખી, એ હતી Shagufta Rafique. જો એ ન હોત તો Aashiqui 2 જેવી યાદગાર ફિલ્મો ક્યારેય ન બની હોત. આપણે આ ફિલ્મોના સ્ટાર્સ, ડિરેક્ટર્સ અને સિંગર્સને જાણીએ છીએ, પરંતુ આ ફિલ્મોની પાછળનો સાચો ચેહરો Shagufta Rafique નો હતો. તેની જિંદગીની કહાની – sex work થી Bollywood સુધી – ફિલ્મથી પણ વધારે નાટકીય અને દુઃખદ છે.


Shagufta Rafique ઓળખ વગરનું બાળપણ

Shagufta Rafique ક્યારેય પોતાની જન્મદાતા મા વિશે જાણતી જ નથી. કેટલાક કહે છે કે તે અભિનેત્રી Anwari Begum ની નાતિન હતી, તો કેટલાક કહે છે કે તે રસ્તા પર મળી આવી હતી અને પછી Anwari એ તેને ઉછેરી હતી. સાચા biological માતા-પિતા કોણ હતા તેની ખબર આજ સુધી નથી.


જીસ્મ ના બજારમાં ધકેલાઈ

ગરીબીના કારણે Shagufta ને જીસ્મ ના બજારમાં ધકેલી દેવામાં આવી. ફક્ત 17 વર્ષની ઉમરે તેણે Private Parties માં નાચવાનું શરૂ કર્યું જ્યાં વાતાવરણ વૈશ્યાલય જેવું હતું. ત્યાં આવા પુરુષો આવતા હતા જેઓ બહારથી સન્માનિત લાગતા હતા પણ અંદરથી અન્ય સ્ત્રીઓ સાથે મોજ માણતા હતા.

Shagufta Rafique

દુબઈમાં Sex Work અને Bar Dancer નું જીવન

ગરીબીના કારણે સેક્સ વર્ક કર્યા બાદ Shagufta દુબઈ ગઈ અને ત્યાં Bar Dancer તરીકે કામ કરવાનું શરૂ કર્યું. Filmfare ને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે એક રાત માટે તેને આશરે ₹3000 મળતા હતા. એ સમય દરમિયાન તે ગાતી, નાચતી અને પુરુષોને મનોરંજન આપતી.

દુબઈમાં જ તેને પહેલી વાર પ્રેમ થયો. એક 45 વર્ષના માણસે તેના ડાન્સ પર પૈસા વરસાવ્યા અને ત્યાંથી એક સંબંધ શરૂ થયો. પરંતુ આ પ્રેમ લગ્ન સુધી ક્યારેય પહોંચ્યો નહીં.


મહેશ ભટ્ટ સાથે મુલાકાત – જીવનનો ફેરફાર

સાલ 2002 માં Shagufta ની જિંદગી બદલાઈ ગઈ જ્યારે તેની મુલાકાત ફિલ્મમેકર Mahesh Bhatt સાથે થઈ. ભટ્ટે તેની પ્રતિભા ઓળખી અને લખવાનો પહેલો મોકો આપ્યો. શરૂઆતમાં Shagufta એ Mohit Suri ની Kalyug માટે કેટલાક સીન લખ્યા. પછી 2006 માં તેણે Woh Lamhe થી Writer તરીકે સત્તાવાર ડેબ્યુ કર્યું.

Shagufta Rafique

આ પછી તેણે Murder 2, Raaz, Jannat 2 અને Aashiqui 2 જેવી Blockbuster ફિલ્મો લખી. તેની Screenplay અને Dialogues માં એવો જોર હતો કે દર્શકો તેને દિલથી અનુભવી શક્યા.


Sex Work થી Stardom સુધી

Shagufta Rafique નું જીવન ફક્ત Bollywood સુધીનું નથી, પરંતુ જીવવા માટે કરેલો સંઘર્ષ અને અવિરત મહેનતનું પ્રતિક છે. જીસ્મ ના બજારમાંથી લઈને દુબઈના બારમાં નાચતી એક યુવતી, પછી Bollywood ના Blockbuster લેખક તરીકે ઉભરી – આ સફર સાબિત કરે છે કે દુઃખને પણ શક્તિમાં બદલાવી શકાય છે.

તેની કહાની એ યાદ અપાવે છે કે દર્દ થી Stardom સુધીનો રસ્તો મુશ્કેલ છે, પણ શક્ય છે.


Author

  • Ravi Vasava

    નમસ્કાર,
    મારુ નામ રવિ વસાવા છે. હું Charotarview.com નો ફાઉન્ડર છું અને ગુજરાત ને લગતા સમાચાર તેમજ અન્ય ટેક્નોલોજી,ઑટોમોબાઇલ,એન્ટરટેન્મેન્ટ,ટ્રાવેલ ને લગતા સમાચાર તેમજ વેબસ્ટોરી પબ્લિશ કરું છું.

    View all posts