Nothing Phone 3a સિરીઝ ભારતમાં લોન્ચ : સસ્તામાં કેવી રીતે ખરીદી શકાય?

જો તમે Nothing Phone 3a અથવા Phone 3a Pro ખરીદવાનું વિચારી રહ્યા છો, તો હવે તેને વધુ સસ્તામાં મેળવવાની તક છે! Flipkart તેના “Guaranteed Exchange Value (GEV)” પ્રોગ્રામ દ્વારા એક ખાસ ઑફર આપી રહ્યું છે, જેમાં તમે જૂના ફોનને એક્સચેન્જ કરીને નવી Nothing Phone સિરીઝ સસ્તામાં મેળવી શકો છો.

Flipkart ના GEV પ્રોગ્રામથી સસ્તામાં ખરીદવાની ટ્રિક

સસ્તામાં ખરીદવા માટે આ સરળ ટિપ્સ અજમાવો!

જો તમે આ નવા Nothing Phone ખરીદવા ઈચ્છો છો, તો Flipkart ની આ સ્કીમ તમારું બજેટ બચાવી શકે છે. GEV પ્રોગ્રામ હેઠળ, તમે તમારા જૂના સ્માર્ટફોનને એક્સચેન્જ કરી નવા Nothing Phone 3a અથવા 3a Pro ખરીદી શકો છો, તે પણ લોન્ચ પ્રાઈસ કરતા ઓછી કિંમતે!

Flipkart ની Guaranteed Exchange Value (GEV) ની શરતો:

શું એક્સચેન્જ કરી શકાય?

  • OnePlus, Samsung અને Nothing ના 2021 પછી લોન્ચ થયેલા એન્ડ્રોઇડ ફોન.
  • Apple ના 2019 પછી લોન્ચ થયેલા iPhones.

GEV ક્યારે લાગુ પડશે?

ફક્ત Nothing Phone 3a ની 11 માર્ચની પ્રથમ સેલ અને Phone 3a Pro ની 15 માર્ચની સેલ માટે માન્ય રહેશે.

કેવી રીતે એક્સચેન્જ કરશો?

  • તમારો પિનકોડ દાખલ કરીને એક્સચેન્જ ઉપલબ્ધ છે કે નહીં, તે તપાસો
Nothing Phone 3a
POCO X7 Pro 5G Example of flipkart exchange
  • તમારો જૂનો સ્માર્ટફોન પસંદ કરો.
  • ખરીદી પૂર્ણ કરો અને ઓર્ડર ડિલિવરી દરમિયાન એક્સચેન્જ કરો.

Nothing Phone 3a અને 3a Pro ની ભારતમાં કિંમત:

Nothing Phone 3a:

8GB + 128GB – ₹24,999

8GB + 256GB – ₹26,999

ઉપલબ્ધ રંગો: કાળો, નીલો, અને સફેદ

Nothing Phone 3a Pro:

8GB + 128GB – ₹29,999

8GB + 256GB – ₹31,999

12GB + 256GB – ₹33,999

ઉપલબ્ધ રંગો: કાળો અને ગ્રે

શું તમારો જૂનો ફોન આ સ્કીમ માટે યોગ્ય છે?

જો તમારું જૂનો ફોન લિસ્ટેડ બ્રાન્ડ અને મોડલ્સમાં સામેલ છે, તો તમારે Flipkart પર એકવાર ચેક કરવું જોઈએ કે તમારું ડિવાઈસ એક્સચેન્જ માટે માન્ય છે કે નહીં.

Nothing Phone 3a અને 3a Pro વિષે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો!

Author

  • Rohan Vasava

    નમસ્કાર, મારું નામ રોહન વસાવા છે. હું CHAROTARVIEW.COM નો કો.ફાઉન્ડર છું અને ગુજરાત ને લગતા સમાચાર તેમજ અન્ય ટેક્નોલોજી, ઓટોમોબાઇલ, એન્ટરટેઈનમેન્ટ, ટ્રાવેલ ને લગતા સમાચાર તેમજ વેબસ્ટોરી પબ્લિશ કરું છું.

    View all posts

Leave a Reply

KKR IPL 2025 Schedule In Gujarati CSK IPL 2025 Schedule in Gujarati RCB IPL 2025 Schedule In Gujarati Chhaava Movie Collection : 100 કરોડ ક્લબમાં એન્ટ્રી Sanam Teri Kasam: પબ્લિક ની ડિમાન્ડ પર ફરી એક વાર થીએટર માં