Sidharth Malhotra એ War 2 માં Kiara Advani ના અભિનયની કરી પ્રશંસા, Hrithik Roshan ને કહ્યો “Class Apart”

War 2 માં Kiara Advani નું દિલ જીતનાર અભિનય

બોલીવુડ એક્ટર Sidharth Malhotra પત્ની Kiara Advani ના War 2 માં કરેલા અભિનયથી ખૂબ ખુશ થયા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેમણે કિયારાની ગ્રેસ અને સ્ટ્રેન્થની વખાણ કર્યા.

Ayan Mukerji દ્રારા દિગ્દર્શિત આ ફિલ્મમાં Hrithik Roshan અને Jr. NTR પણ શક્તિશાળી ભૂમિકામાં જોવા મળે છે. ગ્રાન્ડ સ્કેલ પર રિલીઝ થયેલી આ ફિલ્મમાં હાઈ-ઓક્ટેન એક્શન સીન દર્શકોને ખૂબ ગમી રહ્યા છે. જો કે એડવાન્સ બુકિંગ ખૂબ મોટી ન રહી, પરંતુ રિલીઝ બાદ દર્શકોનો ઉત્સાહ વધી ગયો છે. ખાસ કરીને કિયારાના અભિનયને બિરદાવવામાં આવી રહ્યો છે.


Kiara માટે પતિ Sidharth Malhotra નો સંદેશ

ફિલ્મ જો્યા બાદ Sidharth Malhotra એ Instagram પર Kiara Advani ની પ્રશંસા કરતા લખ્યું:

Sidharth Malhotra

“What a ride! Action, scale and so much style. @kiaraaliaadvani, such grace and strength on screen ❤️. @hrithikroshan, as always a class apart 👏. @jrntr, sheer powerhouse on screen 🔥. And a big applause to @ayan_mukerji and team for bringing it all to life 🤗.”

સિદ્ધાર્થનો આ પ્રેમભર્યો મેસેજ થોડા જ સમયમાં વાયરલ થઈ ગયો. ફેન્સ પણ કપલના આ સપોર્ટિવ પળને ખૂબ પસંદ કરી રહ્યા છે.


Hrithik Roshan અને Jr. NTR પર પણ વખાણ

કિયારાની સાથે સિદ્ધાર્થએ Hrithik Roshan ના અભિનયને “class apart” કહી બિરદાવ્યા. સાથે જ Jr. NTR ને “powerhouse on screen” કહી તેમના પ્રભાવશાળી અભિનયની પ્રશંસા કરી.


દિગ્દર્શક Ayan Mukerji માટે પ્રશંસા

સિદ્ધાર્થએ ફિલ્મને ગ્રાન્ડ લેવલે રજૂ કરવા બદલ ડિરેક્ટર Ayan Mukerji અને તેમની ટીમની પ્રશંસા પણ કરી. તેમણે ફિલ્મને જીવંત બનાવવાના પ્રયાસ માટે ટીમને અભિનંદન પાઠવ્યા.


Kiara Advani માટે કારકિર્દીની કસોટી

Kiara Advani માટે War 2Yash Raj Films Spy Universe માં પહેલી ફિલ્મ છે. ફિલ્મમાં તેમનો ગ્લેમરસ અને એક્શન ભરેલો લુક ચર્ચાનો વિષય બન્યો છે.

ટ્રેડ એક્સપર્ટ્સનું માનવું છે કે War 2 કિયારાના કરિયરમાં “અસલ ટેસ્ટ” સાબિત થઈ શકે છે. ફેન્સ તેમના લુક અને એક્શન સીનથી ખુશ છે, જ્યારે ક્રિટિક્સ કહે છે કે કિયારાએ એક્શન આધારિત કથામાં પોતાનું મજબૂત પ્રેઝન્સ સાબિત કર્યું છે.


War 2 Songs Review

War 2 નું સાઉન્ડટ્રેક એનર્જી અને ઇમોશનનું પરફેક્ટ મિશ્રણ આપે છે. “Aavan Jaavan” ની રંગીન ધૂન, “Janaab-e-Aali” નો ઉર્જાવાન બીટ, “Jeete Jeete” નો લાગણીસભર ટચ અને “Tripping High” નો પાર્ટી વાઈબ—all together ફિલ્મને વધુ મનોરંજક બનાવે છે. “Shaitan” અને “Kabir Theme Reloaded” જેવી થીમ્સ ફિલ્મના એક્શન અને ડ્રામાને વધુ શક્તિશાળી બનાવે છે.


Author

  • Ravi Vasava

    નમસ્કાર,
    મારુ નામ રવિ વસાવા છે. હું Charotarview.com નો ફાઉન્ડર છું અને ગુજરાત ને લગતા સમાચાર તેમજ અન્ય ટેક્નોલોજી,ઑટોમોબાઇલ,એન્ટરટેન્મેન્ટ,ટ્રાવેલ ને લગતા સમાચાર તેમજ વેબસ્ટોરી પબ્લિશ કરું છું.

    View all posts